પોલીસ અધિક્ષક, નવસારી
http://www.spnavsari.gujarat.gov.in

મહિલા સલામતી

4/19/2024 6:48:17 AM

સ્ત્રી સલામતી નાં સૂચનો

જાગૃતિ

  • સ્ત્રીઓએ આસપાસનું વાતાવરણ અને જ્યાં જવાનાં હોય ત્યાંની જગ્યા અને ત્યાં કોઈની મદદ મળશે કે નહીં તે જાણવું જોઈએ અને નીચેના ત્રણ મોટામાં મોટાં જોખમી પરિબળો ઘ્યાનમાં રાખવાં જોઈએ.
  • એકલતાની જગ્યા કે અંધારાની અથવા અવાવરુ જગ્‍યાનું ધ્‍યાન રાખવું.
  • બહાર નીકળવાના રસ્તા
  • અજાણી જગ્યા કે જ્યાં કોઈની મદદ ના મળી શકે ત્‍યાં સિસોટી કે સ્વબચાવ માટે એલાર્મ સાથે રાખો.
  • તમે તમારી કીચેઇનમાં સિસોટી લગાવી રાખો જે તમને અણધારી એકલ જગ્યાએ કામ આવશે. આ વગાડવાથી લોકોનું ઘ્યાન ખેંચાશે
  • એકલવાયી જગ્‍યાએ વધુ સમય રોકાવવુ નહી
  • અજાણી વ્‍યકિત સાથે વધુ સમય ચર્ચા કરવી નહી.
  • સ્‍વ બચાવની કોઇ પણ વસ્‍તુ સાથે રાખવી જોઇએ.

ઘ્યાનરાખો

  • ખુલ્લી ઠંડા પીણાની બોટલ કે વસ્તુ કોઈ પણ પાસેથી ક્યારેય ન સ્વીકારો. પોતે જ બોટલ ખોલવાનો આગ્રહ રાખો.
  • પ્રસંગ કે પાર્ટીમાં તમને જો ખાતરી ના હોય તો તમે જાતે નવું પીણું લઈ લો.
  • પ્રસંગ કે પાર્ટીમાં અજાણ્‍યા ઇસમ પાસેથી કોઇપણ ખાધ્‍ય પદાર્થ લેવો નહી કે પીણુ પીવુ નહી.
  • અજાણી જગ્યાએ કાળજી લઇ વાહનમાં મુસાફરી કરવી
  • કોઇ વ્‍યકિતની લીફટ લેવી નહી.

અભયમ હેલ્પ લાઇન નંબર ૧૮૧, ૧૦૯૧,૧૦૦ નો ઉપયોગ કરવો.