પોલીસ અધિક્ષક, નવસારી
http://www.spnavsari.gujarat.gov.in

આર. એસ.પી.( રોડ સેફટી પ્રોજેકટ)

7/1/2022 10:13:41 AM

આર. એસ.પી.( રોડ સેફટી પ્રોજેકટ)

 • નવસારી જીલ્‍લા પોલીસ દ્વારા ટ્રાફિક સપ્‍તાહનું આયોજન જેમા અલગ અલગ શાળા કોલેજના વિધાર્થી/વિધાર્થીનીઓ ને ટ્રાફીકના નિયમો સાથેની ટ્રાફીક અવેરનેસ આવે તે સારુ ડોકયુમેન્‍ટ્રી ફીલ્‍મ બતાવવામાં આવે છે. તેમજ ટ્રાફીક અંગેની પ્રશ્નોતરી પરીક્ષામાં પ્રથમ ૧ થી ૧૫ માં આવનાર વિર્ધાથીઓને મેસ્‍કોટ સેરૂ સાથે ટ્રાફીકના સ્‍લોગન વાળી ટી-શર્ટ તેમજ પેપલેન્‍ટ ઇનામ તરીકે આપવામાં આવેલ.
 • ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરો.  
 • આપનુ વાહન હંમેશા નિર્ધારીત લેનમાં જ ચલાવો
 • વાહન ચલાવતી વખતે સીટ બેલ્‍ટ અવશ્‍ય બાંધો.
 • કેફી પીણુ પી ને ડ્રાઇવીંગ ન કરો.
 • આપનુ વાહન રોંગ સાઇડથી ઓવર ટેઇક ન કરો.
 • આપના વાહનની ગતિ હંમેશા મર્યાદીત રાખો.
 • આપનુ વાહન રસ્‍તા પર ખુબજ વ્‍યવસ્‍થિત રીતે રસ્‍તાની બહારની તરફ પાર્ક કરો.
 • રસ્‍તા પર વાહન પાર્ક કરતી વખતે પાર્કીંગ લાઇટ ચાલુ રાખો, તેમજ રીફલેકટરનો ઉપયોગ કરો.
 • વાહનને ડાબી કે જમણી તરફ વાળતા પહેલા સીગ્‍નલ અવશય આપો.
 • સલામત વાહન ચાલન માટે આપની આંખોની ચકાસબણી નિયમિત પણે કરાવો.
 • આપનુ ડ્રઇવીંગ લાયસન્‍સ તથા વાહનના કાગળો હંમેશા સાથે રાખો.
 • રસ્‍તો ઓળંગતી વખતે બન્‍ને તરફ જોઇને રસ્‍તો ઓળંગવો.
 • ટુ વ્‍હીલર ચલાવતી વખતે હેલ્‍મેટ હંમેશા પહેરો.
 • ટુ વ્‍હીલર પર ત્રણ સવારી ન કરો.
 • લાયસન્‍સ ન ધરાવતા નાની ઉમંરના બાળકોને વાહન ચલવવા ન આપો.
 • માર્ગ સલામતીના નિયમોનુ ચુસ્‍તપણે પાલન કરો.
 • જીલ્‍લા ટ્રાફીક ધ્‍વારા વારંવાર નં.હા. નં. ૮ તેમજ ક્રોસ રોડ ઉપર ટ્રાફીક અવેરનશના કાર્યક્રમો રાખવામાં આવે છે.  પસાર થતી ટ્રકોના ડ્રાયવરોને અક જગ્યાએ ભેગા કરી ટીફીન બેઠકનું નિયમિત આયોજન કરવામાં આવે છે. ટ્રક ડ્રાયવરોને સલામત વાહન ચલાવવા બાબતેનું માર્ગદર્શન આપવામાં આવેલ.
 • તેમજ WHO ના તારણ મુજબ ટ્રાન્સપોર્ટ ઉધોગ સાથે સંકળાયેલ અંદાજે ૬૨% લોકો HIV એઇડસથી પ્રભાવિત છે. જે અંગે એક નવો જ અભિગંમ અપનાવી ટ્રાફીકના નિયમોની સમજ સાથે HIV એઇડસ બાબતે પણ જીલ્લા ટ્રાફીક શાખા ધ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.

ô   ટ્રાફિક અવેરનસ ડોકયુમેન્‍ટ્રી ફિલ્‍મ

ô  વાહન ચાલકોને સેન્‍સેટાઇઝ કરવાનો ધ્‍યેય.

ô  ખાસ કરીને સ્‍કૂલ કોલેજોના વિઘાર્થીઓમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવાનો આશય.

ô  ટ્રાફિક અંગેની આ ફિલ્‍મમાં સરળ નાટય રૂપાંતર તેમજ ગ્રાફીકસ ધ્‍વારા ટ્રાફીકના નિયમોને સમજાવવામાં આવ્‍યા છે.

ô  ટ્રાફીક એજયુકેશન ટ્રસ્‍ટનો સહકાર.

ô  સમગ્ર સુરત રેન્‍જ તેમજ નવસારી જીલ્‍લાના છેવાડાના ગામડાઓ સુધી ટ્રાફીક ફિલ્‍મ ધ્‍વારા જાગૃતિ લાવવાનો ઉદેશ છે.

Ø  ટ્રાફીક પોલીસનો હેતુ માત્ર હેલમેટ કે સીટબેલટના કેસો કરવાનો નથી પરંતુ લોકોના જીવન બચાવવા તથા સુવ્‍યવસ્‍થિત ટ્રાફીક નિયમન માટેના પ્રયત્‍નો કરવાનો છે.