(૩) દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની
પ્રક્રિયા અનુસરવાની કાર્યપધ્ધતિ (નિર્ણય લેવાની કાર્યપદ્ધતિ )
· પોલીસ અધીક્ષક શ્રી પાસે આવતી કાયદો અને વ્યવસ્થા ને લગતી તેમજ વહીવટી બાબતોનો આખરી નિર્ણય તેઓ જાતે સત્તા મર્યાદામાં કરે છે તદ ઉપરાંત વિભાગીય કક્ષાએ તાબાનાં પોલીસ સ્ટેશન/કચેરીઓને લગતી બાબતોનો નિકાલ નાયબ પોલીસ અધીક્ષક શ્રી તેઓને મળેલ સત્તા મર્યાદામાં કરે છે જ્યારે પોલીસ સ્ટેશન કક્ષાએ કોઇ વહીવટી નિર્ણયો લેવાના હોતા નથી માત્ર ગુન્હાને સબંધીત કામગીરી અંગે પ્રથમ તબક્કે ફરીયાદ નોંધી તે અંગેની પુરતી તપાસ હાથ ધરી પુરાવાઓ મુદામાલ વગેરે મેળવી જરુર જણાય નિષ્ણાંતનો અભિપ્રાય મેળવી ને નામદાર કોર્ટ માં ગુન્હાને લગતુ ચાર્જશીટ કરવામાં આવે છે.કોર્ટની મુદતોએ હાજર રહી ગુન્હેગારોને કાયદા મુજબ સજા થાય તે માટે સતત આખરી નિકાલ થતા સુધી કાર્યવાહી કરવામાં આવે છે. કરવામાં આવે છે