(૪) કાર્યો બજાવવા નકકી કરેલા ધોરણો
( કામગીરીના માપદંડ)
· સામાન્ય રીતે સરકારશ્રી નાં નીતિ નીયમો અને કાયદાની જોગવાઇઓ મુજબ કાર્યો બજાવવાનો હોય છે તેમ છતા દારુ જુગાર જેવી અસામાજીક પ્રવૃતીઓને ડામવા માટે વારંવાર અને સતત ખાસ પ્રકાની દારુ જુગારની ડ્રાઇવ રાખવામાં આવે છે જેનાથી આવી પ્રવૃતીમાં ધણો અંકુશ આવે છે.
· નવસારી જીલ્લાના ટ્રાફીક નિયમો વિશે જાગૃત્તા આવે તે સારૂ ટ્રાફીક નિયમન રાખવામાં આવે છે તેમજ વખતો વખત મળતી સુચનાઓના આધારે સધન વાહન ચેકીંગ રાખવામાં આવે છે જેથી બહારના વ્યક્તીઓ અસામાજીક પ્રવૃતી કરનારા તેમજ આંતકવાદી પ્રવૃતીને ડામવા સારૂ શહેર ગ્રામ્ય વિસ્તારો તેમજ હાઇવે પર ટ્રાફીક ડ્રાઇવ રાખવામાં આવે છે.