હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્યા ગાથા  તા. ૩૦-૦૬-૨૦૧૪ થી ૦૬-૦૭-૨૦૧૪

મુદા નંબર ()

જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ.

·      વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૪ના આજદિન સુધીના ગુમ થયેલ બાળકો/વ્‍યક્તિઓ શોધવા અંગે મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો  સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.

·      ગુમ થયેલ બાળકોને શોધવા વેબસાઇટ http:/ trackthemissingchild.gov.in/ missing/ index.php  ઉપર ગુમ થયેલાની એન્ટ્રી ડે ટુ ડે કરવામાં આવે છે તેમજ મળી આવતા બાળકોની રીકવરીની એન્‍ટ્રી પણ કરવામાં આવે છે.

·      અત્રેના જીલ્‍લાના બાકી રહેલ તમામ મીસીંગ ચાઇલ્‍ડ અંગેની માહિતી વેબસાઇટ પર અવનવુમાં મુકવામાં આવેલ છે.

·      પી.સી.આર. વાન ચીખલી, બીલીમોરા, નવાસરી ટાઉન વિસ્‍તાર, નવસારી રુરલ, જલાલપોર વિસ્‍તારમાં તાલીમ બધ્‍ધ્‍ ડ્રાયવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરુ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્‍પ મળી રહે.મુદા નંબર ()

·      શાળા/કોલેજમાં ચર્ચા/ડીબેટ, અવેરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા હોય.

·    શાળા કોલેજોમાં ટ્રાફીક અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવે છે.

·      મહીલા અત્યાચાર રોકવા અંગે વિવિધ શાળા કોલેજોમાં સ્‍ત્રી અત્‍યાચાર અને માનવ વેપાર અંગેના અવેરનેસ કાર્યક્રમો કાયદાની કલમો, પ્રોજેકટર માફરતે પ્રેઝન્‍ટેશન ધ્‍વારા સમજ આપવામાં આવે છે.

·      સુરક્ષા સેતુ અંતર્ગત સ્ત્રી-સુરક્ષા અને સ્રી-સશક્તિકરણ સેમિનાર યોજવામાં આવે છે

·      શાળા-કોલેજમાં સેલ્ફ ડીફેન્‍સ પ્રોજેકટર મારફતે અવેરનસ કાર્યક્રમો કરવામાં આવે છે.

·         ટાટા સ્‍કુલ પર વિન્‍ટર રમોત્‍સવનુ આયોજન કરવામાં આવેલ તેમા વોલીબોલ, રસાખેંચ, દોડ, વિગેરે. 

·         સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જીલ્‍લાની ૧૦ શાળામાં સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટ કોર્ષ શરુ કરવામાં આવેલ છે. જેમા ઇનડોર આઉટડોર કલાસ લેવામાં આવે છે. તેમજ કેમ્‍પનો આયોજન કરવામાં આવે છે.

 

મુદા નંબર ()

·      ટ્રાફીક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.

·     શાળા કોલેજોમાં અવેરનસ કાર્યક્રમો યોજવામાં આવેલ છે.

·     પોલીસના માણસો અને પબલીક વચ્‍ચે ક્રિકેટ મેચ તેમજ કબડીની રમતોનુ આયોજન કરવામાં આવેલ.

·      ટ્રાફીક જનજાગૃતિ અંગે ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ બનાવી ટ્રાફીકના નિયમો સાથેની જાહેર જગ્‍યાઓ તેમજ શાળા કોલેજોમાં  અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવેલ.

·     વારંવાર રોડ ઉપર ટ્રાફીક ડ્રાઇવ રાખી ટ્રાફીક અવરેનસ અંગેની સમજ આપવામાં આવે છે.

મુદા નંબર ()

·     ગુનાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ? 

·     નેશનલ હાઇવે નંબર ઉપર નાઇટ રાઉન્ડ દરમ્‍યાન સેકટરવાઇઝ ક્રોસ પેટ્રોલીંગ રાખેલ રાખવામાં આવે છે.  હોટલો, ઢાબા, તેમજ વાહનોનું  ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.

·     વારંવાર કોમ્બીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.   

·     ક્રાઇમ ઇન્‍સ્‍વેસ્‍ટીંગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્‍સ્‍વેસ્‍ટીંગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજમાં આવે છે. ક્ષમતા વિકાસનું દરેક પોલીસ સ્‍ટેશન લેવલે આયોજન કરવામાં આવે છે.

·      દરિયાઇ સુરક્ષા માટે ધોલાઇ બંદર ખાતે તમામ માછીમારોને ભેગા કરી અવેરનશ કાર્યક્રમ રાખવામાં આવેલ.   

મુદા નંબર ()

·    અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો ..

·    સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરુપે એસ.પી.સી. ના બાળકોને વિવિધ પ્રકારની તાલીમ કેમ્‍પનુ આયોજન કરવામાં આવે છે.

·    સુરક્ષા સેતુ અંતર્ગત નવસારી ખાતે શિક્ષણ અધિકારી સાથે પરામર્શકરી શિક્ષકો તેમજ સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટોની રચના કરીક સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટને પોલીસ ડ્રેસ, એસ.પી.સી. લોગો સાથે ડ્રીલ ઇન્‍સ્‍ટ્રકટર ધ્‍વારા તૈયાર કરવામાં આવેલ છે.

    લોક દરબારમાં સુરક્ષા સેતુ અતર્ગત જનરક્ષક સ્‍કીમની સમજ આપવામાં આવે છે. અને મહોલ્‍લા, સોસાયટી વિસ્‍તારના વધુમાં વધુ યુવાનો ભાગ લે તે રીતે સમજ કરવામાં આવે છે.


 


કેમીકલ ભરેલ ટેન્‍કરો તથા ટ્રક ડ્રાઇવરોને હાઇ-વે પર રોકી લુંટ કરતી આંતરરાજ્ય ગેંગને શોધી કાઢતી નવસારી એલ.સી.બી. ટીમ

 

પોલીસ અધિક્ષકશ્રી, નિલેશ જાજડીયાનાઓએ જીલ્‍લામાં અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા અંગેની સુચના અન્‍વયે વિજયસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી તથા સી.જે.ગોસ્‍વામી પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે, હાઇ-વે ઉપર કેમીકલ ભરેલ ટેન્‍કરો તથા ટ્રકોની લુંટ કરતી ટોળકીના બે માણસો મોટર સાયકલો ઉપર ત્રણ સવારી બેસીને વેજલપુર ગામની હદમાં આવેલ સંજય હોટલની સામે ને.હા.નં.૮ ઉપર આવનાર છે તેવી હકીકત આધારે વેજલપુર સંજય હોટલની સામે ને.હા.નં.૮ ઉપર વોચમાં હતા તે દરમ્‍યાન બાતમી હકીકતવાળી મોટર સાયકલ (૧) યામાહા ફેઝર નં.GJ-05-KQ-0456 તથા (ર) હીરો સ્‍પેલન્‍ડર પ્રો મો.સા.નં.GJ-05-KS-4318 ઉપર બેસી (૧) પરવેઝ અહેમદ નઇમુદીન શેખ રહે. હાલ ઇચ્‍છાપુર જયરાજ સોસાયટી એન.-૧૧ ધનસુખભાઇના મકાનમાં સુરત મુળ રહે. સરખેલ પુર થાણા કંધાય હનુમાનગંજ તા.પટ્ટી જી.પ્રતાપગઢ યુ.પી. (ર) અબુસાદ ઉર્ફે સોનુ બશીર અહેમદ પઠાણ હાલ રહે. હાલ ઇચ્‍છાપુર જયરાજ સોસાયટી એન.-૧૧ ધનસુખભાઇના મકાનમાં સુરત મુળ રહે.ચક્કડીયા થાણા ધુમનગંજ જી.ઇલાહાબાદ યુ.પી. (૩) ચીરંજીત નીતેય હાલ રહે. અંબોલી ગામ લક્ષ્‍મીશ્વર નગર તા.કામરેજ જી.સુરત મુળ રહે. સરઇપુરા તા.જરામલ જી.રાજમલ (ઝારખંડ) (૪) બીટ્ટુકુમાર કંચનસીંગ હાલ રહે. અંબોલી ગામ લક્ષ્‍મીશ્વર નગર તા.કામરેજ જી.સુરત મુળ રહે. માફીગામ તીનઘર તા.વારસલીગંજ જી.નવાદા બીહાર (૫) અસરફઅલી ઉર્ફે ઇમરાન અબ્‍દુલ મોબીન હાલ રહે. ઇચ્‍છાપુર જયરાજ સોસાયટી એન-૧૧ ધનસુખભાઇના મકાનમાં તા.ચોર્યાસી જી.સુરત મુળ રહે. સરવરપુર તા.પટ્ટી જી.પ્રતાપગઢ (૬) બાબુ ઉર્ફે સહદેવ માધાઇ બાગદી રહે. અંબોલી ગામ લક્ષ્‍મીશ્વર નગર તા.કામરેજ જી.સુરત મુળ રહે.પાનાગર થાણા કાંકસા જી.વર્ધમાન વેસ્‍ટ બંગાલ (૭) વિનોદસીંગ પાર્સનાથસીંગ ઠાકુર ઉર્ફે ઠાકોર હાલ રહે. લવાછા યાદવ ચાલી રૂમ નં.૧ સેલવાસ મુળ રહે.ઓઇનાગામ થાલા જલાલપોર તા.કેરાકટ જી.જોનપુર યુ.પી નાઓ શંકાસ્‍પદ હાલતમાં મળી આવતા તેઓની પુછપરછ કરતા તેઓએ (૧) નવસારી જીલ્‍લામાં નવસારી રૂરલ પો.સ્‍ટે.ની હદમાં એક વખત (ર) વલસાડ જીલ્‍લાના ભીલાડ પો.સ્‍ટે.ની હદમાં એક વખત (૩) સુરત જીલ્‍લાના ઇચ્‍છાપોર પો.સ્‍ટે.ની હદમાં બે વખત (૪) કામરેજ પો.સ્‍ટે.ની હદમાં કામરેજ ટોલનાકાથી આશરે ૩ કી.મી. આસપાસ ટ્રેલરો રોકી રોકડ રકમ તથા મોબાઇલની લુંટ તેમજ હાઇ-વે રોડ ઉપરથી કેમીકલ ટેન્‍કરો તથા ટ્રકોના ડ્રાઇવરો પાસેથી કેમીકલ, રોકડ રકમ, મોબાઇલો લુંટી લઇ ગયેલાનુ તથા મહારાષ્‍ટ્રના જલગાંવના વરણગામ પો.સ્‍ટે.ની હદમાં ફાયરીંગ કરી ડામરનુ ટ્રેલર ઉઠાવેલ હોવાના ૮ જેટલા ગુનાઓ કર્યા અંગે કબુલ કરતા હોય અને મોટર સાયકલ ઉપર બેસી હાઇ-વે રોડ ઉપર રાત્રીના મોટર સાયકલો આગળ ઉભી રાખી દઇ ટેન્‍કરો કે ટ્રકોમાં ચડી જઇ ડ્રાઇવરને ચપ્‍પુ બતાવી ડ્રાઇવરને કપડાથી બાંધી દઇ કેબીનમાં સુવડાવી દઇ લુટ કરી લઇ જઇ ડ્રાઇવરને આગળ જઇ એકાંત જગ્‍યામાં બાંધી દઇ નાસી જતા પકડાયેલ પાચેય આરોપીઓ પાસેથી મોબાઇલ નંગ.૧૧ કી.રૂ.૧૧,૦૦૦/- તથા બે મોટર સાયકલો કી.રૂ.૭૫,૦૦૦/- સહીત કુલ્‍લે કી.રૂ.૮૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. સદર પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી વિનોદસીંગ પાર્સનાથસીંગ ઠાકુર ઉર્ફે ઠાકોર પાસે મહારાષ્‍ટ્ર મનોરમાં પોતાની માલીકીની બે હોટલો તથા એક ભાડેથી હોટલ હાઇ-વે રોડની બાજુમાં ચલાવે છે.  આગળની પોલીસ તપાસ ચાલુ છે.

અપહરણ કરી લઇ જનાર ઇસમને નાકાબંધી કરી છોડાવતી નવસારી જીલ્‍લા પોલીસ

વાંસદા પો.સ્‍ટે. વિસ્‍તારમાં મોજે લાખાવાડી બસ સ્‍ટેન્‍ડથી થોડે આગળ આ કામે ભોગ બનનાર દીલીપભાઇ અમ્રતભાઇ ઘો.પટેલ નાઓને તેમના ગામનો છોકરો ગાંધીનગર મુકામે એસ.આર.પી. માં કોન્‍સ્‍ટેબલ તરીકે નોકરી કરતો હોય તેને ત્‍યા કોઇ છોકરી સાથે પ્રેમ સબંધ થઇ જતા વાંસદા મુકામે લાવી લગ્‍ન કરી લેતા છોકરી પક્ષવાળાને એવી લાગેલ કે ભોગ બનનાર સદર છોકરાને સહકાર આપતો હોવાનો ખોટો વહેમ રાખી એક ઇનોવા ગાડીમાં (૧) રાજેશ ઉર્ફે ગોબર નાથાભાઇ ભરવાડ રહે. વિજલપોર તથા વોન્‍ટેડ (ર) છોકરીના પિતા જેનુ નામઠામ જણાયેલ નથી (૩) મહેશભાઇ દેસાઇ રહે.અમદાવાદ (૪) વાઘાભાઇ દેવાભાઇ ભરવાડ રહે. નવસારી બારડોલી રોડ (૫) મહેરસીંગ પુજાજી પુરોહીત રહે. કાલીયાવાડી (૬) સંજય રાવલ રહે. નવસારી (૭) બાબુભાઇ જેનુ પુરૂનામ સરનામુ મળેલ નથી જેઓ ઇનોવા ગાડી તથા સફેદ કરલની સ્‍વીફટ ગાડીમાં ઉપરોકત માણસો મોકલાવી ભોગ બનનાને ઇનોવા ગાડીમાં અપહરણ કરી લઇ ગયેલ જે માહીતી મળતા જીલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ નાઓની સુચના તેમજ સુપરવિઝન હેઠળ જીલ્‍લાની પોલીસ દ્વારા જુદી જુદી જગ્‍યાએ નાકાબંધી કરી દરમ્‍યાન નવસારી રૂરલ પો.સ્‍ટે. પો.સ.ઇ.શ્રી ડી.એસ.સોની સાહેબ નાઓએ સદર ઇનોવા કારનો આરક સીસોદ્રાથી સતત પીછો કરતા સદર આરોપીઓ ઇનોવા કારને સરભોણ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર સામે રોડ ઉપર મુકી નાસવા લાગેલ દરમ્‍યાન આરોપીન નં.૧ રાજેશ ઉર્ફે ગોબર નાથાભાઇ ભરવાડ રહે. વિજલપોર નાઓ પકડાઇ ગયેલ તેમજ બાકીના આરોપી નાસી જઇ ગુનો કર્યા વિગેરે બાબતની ભોગ બનનારે વાંસદા પો.સ્‍ટે. ફરીયાદ રજીસ્‍ટર કરાવેલ છે. અને આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.સી./એસ.ટી. સેલ નવસારી નાઓ કરી રહેલ છે.  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

દેશી દારૂ માટે ૧૫૦૦૦/- તથા વિદેશી દારૂ માટે ૨૫૦૦૦/- થી ઉ૫૨ના પ્રોહી-જુગા૨ના ર૫,૦૦૦/- કે તેથી વધુના કેસોની વિગત નવસારી જીલ્લો

 

અ નં

 પો સ્‍ટે તથા ગુ ર નંબર

બનાવનુ સ્‍થળ

બનાવની તારીખ

ગુનો દાખલ તારીખ

બનાવની ટુંક વિગત

ફરીયાદી તથા તહોમતદારના નામ સરનામા તથા તપાસ કરનાર અધિP

           
 
 

           
 
 

           
 
 
                 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 15-07-2014