હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્યા ગાથા  તા.૨૩-૦૩-૨૦૧૫ થી ૨૯-૦૩-૨૦૧૫

૧) સાફ્લ્ય ગાથા (ફોટાઓ સાથે)

૨) સુરક્ષા સેતુ અંતર્ગત થયેલ કાર્યક્રમો તથા તેને અનુરૂપ ફોટાઓ વિગત

 

મુદા નંબર ()

  1. જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ.

·    વર્ષ ૨૦૦૭ થી આજદિન સુધીના ગુમ થયેલ બાળકો/વ્‍યક્તિઓ શોધવા અંગે મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.

·     ગુમ થયેલ બાળકોને શોધવા વેબસાઇટ http:/ trackthemissingchild.gov.in/ missing/ index.php   ઉપર ગુમ થયેલાની એન્ટ્રી ડે ટુ ડે કરવામાં આવે છે તેમજ મળી આવતા બાળકોની રીકવરીની એન્‍ટ્રી પણ કરવામાં આવે છે.

·     અત્રેના જીલ્‍લાના બાકી રહેલ તમામ મીસીંગ ચાઇલ્‍ડ અંગેની માહિતી વેબસાઇટ પર અવનવુમાં મુકવામાં આવેલ છે.

·     પી.સી.આર. વાન ચીખલી, બીલીમોરા, નવાસરી ટાઉન વિસ્‍તાર, નવસારી રુરલ, જલાલપોર વિસ્‍તારમાં તાલીમ બધ્‍ધ્‍ ડ્રાયવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરુ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્‍પ મળી રહે.

  • ગુમ થયેલ બાળકો અંગે જીલ્લાની મહીલા સુરક્ષા સમિતીની મહીલાઓ તેમજ એન.જી.ઓ.  ચાઇલ્ડ વેલ્ફેર ઓફીસ તેમજ જીલ્લાના તમામ અધિકારીઓ સાથે મીટીંગો કરવામાં આવે છે.
  • નવસારી જીલ્લા પોલીસ ધ્વારા બાળ સુરક્ષામાં શિક્ષકોની ભુમિકા અંગે વારંવાર સેમિનારનુ આયોજન કરવામાં આવે છે.

મુદા નંબર ()

·      ટ્રાફીક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.

·     શાળા કોલેજોમાં અવેરનસ કાર્યક્રમો યોજવામાં આવેલ છે.

·     પોલીસના માણસો અને પબલીક વચ્‍ચે ક્રિકેટ મેચ તેમજ કબડીની રમતોનુ આયોજન કરવામાં આવેલ.

·     ટ્રાફીક જનજાગૃતિ અંગે ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ બનાવી ટ્રાફીકના નિયમો સાથેની જાહેર જગ્‍યાઓ તેમજ શાળા કોલેજોમાં અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવેલ.

·     વારંવાર રોડ ઉપર ટ્રાફીક ડ્રાઇવ રાખી ટ્રાફીક અવરેનસ અંગેની સમજ આપવામાં આવે છે.

મુદા નંબર ()

·     ગુનાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ?

·     નેશનલ હાઇવે નંબર ૮ ઉપર નાઇટ રાઉન્ડ દરમ્‍યાન સેકટરવાઇઝ ક્રોસ પેટ્રોલીંગ રાખેલ રાખવામાં આવે છે.  હોટલો, ઢાબા, તેમજ વાહનોનું  ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.

·     વારંવાર કોમ્બીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે. 

·     ક્રાઇમ ઇન્‍સ્‍વેસ્‍ટીંગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્‍સ્‍વેસ્‍ટીંગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજમાં આવે છે. ક્ષમતા વિકાસનું દરેક પોલીસ સ્‍ટેશન લેવલે આયોજન કરવામાં આવે છે.

  • નવસારી જીલ્લા પોલીસ ધ્વારા બાળ સુરક્ષામાં શિક્ષકોની ભુમિકા અંગે વારંવાર સેમિનારો યોજી કાર્યક્રમો રાખવામાં આવે છે.

મુદા નંબર ()

·    અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો.

·    સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરુપે એસ.પી.સી. ના બાળકોને વિવિધ પ્રકારની તાલીમ કેમ્‍પ, સેમિનારનુ આયોજન કરવામાં આવે છે.

 


 

મધ્‍યપ્રદેશ રાજયના જામ્‍બુઆ જીલ્‍લાની ધાડપાડુ ગેંગના આઠ આરોપીઓને  ઘાતક હથિયારો સાથે ઝડપી લઇ ધાડના ગુના શોધી કાઢતી નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમ

આરોપીઓની વિગત :

(૧) શેતાન નાથુ સંગાડીયા ઉ.વ.૪૦ રહે. ગામ દેવકા રોડ ફળીયુ થાણા કાકણવાણી તા.થાંદલા જી.જામ્‍બુઆ (એમ.પી.)

(૨) જોસીંગ લકસીંગ મુનીયા ઉ.વ.૨૩ રહે. અલીપુરા માળ ફળીયા થાણા કાકણવાણી તા.થાંદલા જી.જામ્‍બુઆ (એમ.પી.)

(૩) જેમાલ દીતો ઓસનીયા ઉ.વ.૩૯ રહે. પળાદોર ડબળઇ ફળીયુ થાણા કાકણવણી તા.થાંદલા જી.જામ્‍બુઆ

(૪) રમેશભાઇ કસરૂભાઇ મુનીયા ઉ.વ.૨૬ રહે. અલીપુરા માળ ફળીયા થાણા કાકણવાણી તા.થાંદલા જી.જામ્‍બુઆ (એમ.પી.)

(૫) જોસીંગભાઇ ગલજીભાઇ ભુરીયા ઉ.વ.૪૫ ગામ ઝાયણી પટેલ ફળીયા થાણા કાકણવણી તા.થાંદલા જી.જામ્‍બુઆ (એમ.પી.)

(૬) એમાન દીત્યા પારગી ઉ.વ.૪૦ રહે. બાલવાસા પટેલ ફળીયુ થાણા કાકણવણી તા.થાંદલા જી.જામ્‍બુઆ

(૭) કમલેશ ધુમસીંગ ભુરીયા ઉ.વ.૨૩ રહે. દેવકા પીપલીપાડા ફળીયા થાણા કાકણવણી તા.થાંદલા જી.જામ્‍બુઆ (એમી.પી.)

(૮) મોસીંગ વરસીંગ ભુરીયા ઉ.વ.૩૮ રહે. દેવકા પીપલીપાડા ફળીયા થાણા કાકણવણી તા.થાંદલા જી.જામ્‍બુઆ (એમી.પી.)

કબજે કરેલ મુદ્દામાલ :

(૧) એક દેશી હાથ બનાવટનો તમંચો (ફુટેલો કાર્ટીઝ કી.રૂ.૦૦/૦૦સહીત) કી.રૂ.૩૦૦૦/- (ર) લોખંડ પાઇપ નંગ-૩ કી.રૂ.૩૦૦/- (૩) વાસનો ડંડો નંગ-૧ કી.રૂ.૫૦/- (૪) મોબાઇલ નંગ-૫ કી.રૂ.૨૫૦૦/-  (૫) રોડકા રૂપિયા ૧૭૫૦/- (૬) નાની બેટરી કી.રુ.૨૦/-

આરોપીઓની એમ.ઓ : તમંચો, લોખંડની પાઇપ, લાકડાના દંડા, લોખંડના ઘણ વિગેરે જેવા ઘાતક હથિયારો ધારણ કરી રાત્રીના સમયે રહેણાંક મકાન, દુકાન, પેટ્રોલપંપ વિગેરેને ટાર્ગેટ બનાવી ફરીયાદી સાહેદોને ગંભીર ઇજાઓ પહોચાડી રોકડ રકમ, દાગીના વિગેરેની લુંટ કરવી.

વિગત :

દક્ષિણ ગુજરાતમાં છેલ્‍લા કેટલાક દીવસોથી ધાડ-લુંટના બનાવો બની રહેલ હતા. જેથી ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી વી.વી.ચૌધરી, અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.જે.જાડેજા નવસારી વિભાગ નાઓએ અગાઉ મિલ્‍કત સંબધી ધાડ-લુંટના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની હાલની પ્રવૃતિ અંગે ગુપ્‍ત રીતે તપાસ કરવા અને આવા પ્રકારના એમ.ઓ. ધરાવતા આરોપીઓની સક્રીય ગેંગો અંગે ગુપ્‍ત રીતે માહીતી મેળવવા નવસારીની લોકલ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમને જરૂરી સુચના આપેલ જે અન્‍વયે નવસારી એલ.સી.બી.ની ટીમ વર્કઆઉટ કરી રહેલ દરમ્‍યાન પો.ઇન્‍સ.શ્રી એન.પી.ગોહીલ એલ.સી.બી. નવસારી નાઓને ગુપ્‍ત રીતે આધારભુત બાતમી હકીકત મળેલ કે, દાહોદ અને મધ્‍યપ્રદેશ જામ્‍બુઆ જીલ્‍લાના ધાડપાડુઓ કે જેઓએ અગાઉ નવસારીમાં ધાડ કરેલ છે તેઓ તા.૨૧/૩/૨૦૧૫ ના રોજ રાત્રીના આશરે કલાક ૦૦/૦૦ થી કલાક ૧/૦૦ વાગ્યાના સુમારે મોજે ને.હા.નં. ૮ ઉપર ઊન સાંઇબાબા મંદિર નજીક આવેલ નહેર પાસે ધાતક હથીયારો સાથે સજજ થઇ ભેગા થવાના છે અને તેની આસપાસના વિસ્‍તારમાં કોઇ જગ્‍યાએ ધાડ પાડવાના છે જે અન્‍વયે નવસારી એલ.સી.બી.ની ટીમ નહેરની આસપાસના વિસ્‍તારમાં ગુપ્‍ત વોચમાં ગોઠવાયેલ જે દરમ્‍યાન ઉપરોકત જણાવેલ આઠ આરોપીઓ મળી આવતા તેઓની ઝડતી કરતા તેઓની પાસેથી (૧) એક દેશી હાથ બનાવટનો તમંચો (ફુટેલો કાર્ટીઝ સહીત) (ર) લોખંડ પાઇપ નંગ-૩ (૩) વાસનો ડંડો નંગ-૧ (૪) મોબાઇલ નંગ-૫ (૫) રોકડા રૂપિયા  (૬) નાની બેટરી વિગેરે મુદ્દામાલ મળી આવતા તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે અને આરોપીઓની સઘન પુછપરછ કરતા તેઓ તેઓ ગણેશ સિસોદ્રા વિસ્‍તારમાં આવેલ પૌવા મિલમાં ધાડ પાડવા સારૂ ભેગા થયેલા હોવાની હકીકત જણાવેલ જેથી ઉપરોકત આરોપીઓ વિરૂધ્‍ધમાં નવસારી રૂરલ પો.સ્‍ટે.માં ફ.ગુ.ર.નં.૫૩/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૯૯, ૪૦૨ આમ્‍સૅ એકટ ૨૫(૧)એ, તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો રજીસ્‍ટર કરાવેલ છે. અને હાલમાં સદર ગુનાની તપાસ પો.ઇન્‍સ.શ્રી એન.પી.ગોહીલ એલ.સી.બી. નવસારી નાઓ કરી રહેલ છે.

સદર આરોપીઓની પોલીસ તપાસના કામે પુછપરછ કરતા નીચે મુજબના ધાડના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવામાં આવેલ છે.

(૧) નવસારી રૂરલ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૩૧/૨૦૧૫ ઇ.પી.કો. ૩૯૫, ૩૯૭, જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો તા.૧૭/૨/૨૦૧૫ ના રોજ મોજે ધોળાપીપળા ગામે બનેલ હતો

(ર) નવસારી રૂરલ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૩૨/૨૦૧૫ ઇ.પી.કો. ૩૯૫, ૩૯૭, ૩૯૮ તથા  જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો તા.૧૮/૨/૨૦૧૫ ના રોજ મોજે આરક સીસોદ્રા ગામે બનેલ હતો

(૩) સુરત ગ્રામ્‍યના કામરેજ પો.સ્‍ટે.ના ફુ.ગુ.ર.નં.૬૯/૨૦૧૫ ઇ.પી.કો. ૩૯૫, ૩૯૭, ૩૩૭, વિગેરે તા.૧/૩/૨૦૧૫ ના રોજ મોજે નેત્રંગ ગામે બનેલો હતો

ઉપરોકત વણશોધાયેલ ધાડના ગુના ઉપરાંત નીચે મુજબના બે ધાડના ગુનાઓમાં પણ ઉપરોકત આરોપીઓ પૈકી અમુક આરોપીઓ સંડોવાયેલા હોવાની હકીકત પોલીસ તપાસ દરમ્‍યાન ખુલવા પામેલ છે

(૧)  નવસારી રૂરલ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૨૧/૨૦૧૫ ઇ.પી.કો. ૩૯૫, ૩૯૭, તથા આમ્‍સૅ એકટ ૨૫(૧)બી, મુજબનો ગુનો તા.૨૯/૧/૨૦૧૫ ના રોજ મોજે મરોલી ગામે બનેલ હતો

(ર) સુરત શહેર ઇચ્‍છાપોર પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૦૫/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૯૫, ૩૯૭, ૩૯૮, ૩૨૩, ૪૨૭ વિગેરે આમ, ઉપરોકત આરોપીઓ ધાડના તૈયારી કરવાના ગુના ઉપરાંત કુલ-૫ ધાડના ગુનાઓ એમ કુલ-૬ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનુ હાલની તપાસ દરમ્‍યાન ખુલવા પામેલ છે. ઉપરોકત ધાડના વણશોધાયેલ અને શોધાયેલ ગુનાઓમાં ઉપરોકત જણાવેલ અલગ-અલગ આરોપીઓ  અન્‍ય સહ આરોપીઓ સાથે એક સંપ થઇ ધાડના ગુના કરતા હતા


 

ઘરફોડ ચોરી કરતી પરે ગેંગના આરોપીઓને શોધી કાઢતી

નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમ

આરોપીઓની વિગત :

(૧) સુરજ ઉર્ફે સુરેશ સ/ઓ ગોવિંદ ઉર્ફે રાજેષ પ્રતાપસીંગ ઠાકુર (પરે) ઉવ.૨૯ રહે મુળ ઝાંસી રાજગઢ વિલેજ સ્‍કુલના પાછળ તા.જી.ઝાંસી હાલ રહે. એજન ધંધો છુટક મજુરી કડીયા કામ વિગેરે

(૨) રાજુ ઉર્ફે છોટા રાજેશ સ/ઓ ગોવિદસિંહ ઉર્ફે રાજેષ પ્રતાપસીંગ ઠાકુર (પરે) ઉ.વ.૨૨ ધંધો મજુરી રહે. મળુ ઝાંસી રાજગઢ વિલેજ સ્‍કુલના પાછળ તા.જી.ઝાંસી યુપી. હાલ રહે. એજન ધંધો છુટક મજુરી કડીયા કામ વિગેરે

(૩) તમ્‍બીસીંગ કવન્‍ડર મદ્રાસી ઉવ.૩૫ ધંધો મજુરી રહે. મુળ સીંગલપટ્ટી થાણા ગવન્‍ડર મુથ્‍થુ જી.સેલમ મદ્રાસ હાલ રહે. દહાણુ બસ ડેપો પાસે ઝુપડામાં જી.થાણા મહારાષ્‍ટ્ર ધંધો છુટક મજુરી, પ્‍લાસ્‍ટીકનો કચરો વિણવાનુ


 

 

 

આરોપીઓની એમ.ઓ : મકાનની બારીની ગ્રીલ કાઢી, તેમજ નકુચા તોડી ઘરફોડ ચોરી કરે છે.

આરોપીઓનો ગુનાહીત પુર્વ ઇતિહાસ : નવસારી, વલસાડ, અંકલેશ્વર અને વડોદરા જીલ્‍લામાં અગાઉ

                                        ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં ધરપકડ થયેલ છે.

નવસારી જીલ્‍લામાં છેલ્‍લા કેટલાક દીવસોથી ઘરફોડ અને વાહન ચોરીના બનાવો બની રહેલ હતા. જેથી શ્રી નિલેશ જાજડીયા પોલીસ અધિક્ષક નવસારી અને શ્રી વી.જે.જાડેજા નાયબ પોલીસ અધિક્ષક નવસારી વિભાગ નાઓએ મિલ્‍કત સંબધી ગુનામાં અગાઉ પકડાયેલ આરોપીઓની હાલની પ્રવૃતિ અંગે ગુપ્‍ત રીતે તપાસ કરવા નવસારીની લોકલ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમને સુચના કરેલ જે અન્‍વયે લોકલ ક્રાઇમ બ્રાન્‍ચના અધિકારી/કર્મચારી નાઓને અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ એમ.ઓ. ટાઇપના મિલ્‍કત સબંધી ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીઓની પ્રવૃતિ પર વોચ અને તેઓની હાજરી બાબતે બાતમીદારોના નેટવર્કથી છેલ્‍લા કેટલાક દીવસોથી તપાસ કરવાની કામગીરી ચાલુ હતી તે દરમ્‍યાન એ.એસ.આઇ જગદીશભાઇ જગમોહનભાઇ તથા પો.કો. કલ્‍યાણભાઇ રામભાઇ નાઓને તેઓના અંગત બાતમીદારથી હકીકત મળેલ કે અગાઉ નવસારી, વલસાડ  અને વડોદરા જીલ્‍લામાં મિલ્‍કત સબંધી ગુનામાં પકડાયેલ પરેગેંગના માણસો છેલ્‍લા કેટલાક મહીનાઓથી નવસારી જીલ્‍લામાં મિલ્‍કત સબંધી ગુનાઓ કરી રહેલ છે અને અવાર નવાર નવસારી જીલ્‍લામાં આવે છે જે આધારે તેઓની હાજરી બાબતે બાતમીદારોથી ખાતરી કરતા છેલ્‍લા ત્રણ દીવસથી નવસારી શહેરમાં તેઓની હાજરી જણાઇ આવેલ જે આધારે તેઓની શોધખોળ કરતા ગઇકાલ રાત્રીના સમયે નવસારી ટાઉન પો.સ્‍ટે. વિસ્‍તારમાં આવેલ પ્રકાશ ટોકીઝની બાજુમાં આવેલ ખુલ્‍લી જગ્‍યામાં તેઓ સુતેલા મળતા તેઓની અંગ ઝડતી કરતા સોના ચાંદીના દાગીના મળી આવતા તેઓને સોના ચાંદીના દાગીના અને તેઓને નવસારી શહેર ખાતે હાજરી બાબતે પુછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ ન આપતા હોય સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને સોના ચાંદીના દાગીના તપાસ અર્થે કબજે કરવામાં આવેલ. સોના ચાંદીના દાગીમાં સોનાનુ નેકલેસ, મંગળસુત્ર, ઝુમ્મર, જેન્‍સ/લેડીઝ વીટીઓ પેન્‍ડલો, સોનાની બંગડી, બુટ્ટીઓ, તથા ચાંદીના સિક્કાઓ વિગેરે કી.રૂ. ૩,૧૧,૫૭૦/- તથા રોકડા રૂ.૨૦૦૦/- તથા ચોરી કરવાના સાધનો ગણેશીયુ-૧, ડીસમીસ-૧ કી.રૂ.૧૦૦/- તથા મોબાઇલ નંગ-૩ કી.રૂ. ૧૫૦૦/- વિગેરે મળી કુલ કી.રૂ. ૩,૧૫,૧૭૦/- થાય છે.

ઉપરોકત આરોપીઓની સઘન પુછપરછ કરતા નવસારી જીલ્‍લાના નવસારી ટાઉન, જલાલપોર, નવસારી રૂરલ, ગણદેવી, અને બીલીમોરા પો.સ્‍ટે. વિસ્‍તારમાં આશરે ૫૧ ઘરફોડ ચોરી કરેલાની કબુલાત કરે છે તદઉપરાંત વલસાડ  જીલ્‍લામાં ૮ સ્‍થળોએ અને ભરૂચ જીલ્‍લામાં ૧૫ સ્‍થળોએ ઘરફોડ ચોરી કરેલાની કબુલાત કરેલ છે આમ પરેગેંગના ઉપરોકત આરોપીઓની હાલ સુધીની પ્રાથમિક પુછપરછ આધારે નવસારી, વલસાડ, અને ભરૂચ જીલ્‍લાની આશરે ૭૪ જેટલી વણશોધાયેલ ઘરફોડ ચોરી શોધી કાઢવામાં આવેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 30-03-2015