|
સાયકલ સવાર માટે સુચનો :
- સાયકલ સવારે તમામ ટ્રાફીક સિગ્નલ,સાઈન અને આદેશોનું પાલન કરવાનું રહે છે.
- જયારે સાયકલ સવાર ગ્રુપમાં જઈ રહયા હોય ત્યારે તેઓએ એકની પાછળ બીજા એમ ચલાવવી.
- સાયકલ સવાર રોડ ઉપર બેઘ્યાન બને તો તેની નાનકડી ભૂલ પણ અકસ્માતને આમંત્રણ આપે છે, જેમાં તેને જ સૈથી વધુ નુકશાનની શકયતા છે. જેથી સાયકલ ચલાવતી વખતે એકાગ્રતા જાળવવી.
- સાયકલ ચાલકે હંમેસા રોડની ડાબી બાજુએ ચલાવવુ.
- સાયકલ પાછળ રીફલેકટર અને રાત્રી દરમ્યાન લાઈટ (ડાયનેમો લાઈટ) અચૂક રાખવી.
- સાયકલમાં ધંટડી રાખવી જોઈએ.
- જમણી કે ડાબી બાજુ વળતા પહેલાં હાથથી ઈશારો અચૂક આપવો.
- સાયકલ ડબલ સવારી ચલાવવી નહી.
- સાયકલમાં હવા અને બ્રેકની ચકાસણી અવશ્ય કરવી.
- સાયકલના કેરીયર ઉપર કોઈ વજનદાર ચીજવસ્તુ લઈ જવી નહી.
- ટ્રાફીકને અડચણરૂપ થાય તે રીતે પાર્કીંગ ન કરવું. પાર્કીંગ માટેના નિયમોને પણ અનુસરવું સાયકલ ચોરી અટકાવવા સાયકલને તાળું અવશ્ય મારવું. સાંકળવાળા વધારાના લોકનો પણ ઉપયોગ કરવો.
- સાયકલ સવારને તેની સાયકલ ફૂટપાથ કે સાઈડવોક પર ચલાવવી નહી.
- રેલ્વે ક્રોસીંગ પાસ કરતી વખતે ટ્રેન પસાર થયા બાદજ સાયકલ ચાલકે પસાર થવુ જોઇએ.
|
|