હું શોધું છું

હોમ  |

લોંગ ટર્મ વિઝા એક્ષટેન્સન
Rating :  Star Star Star Star Star   

 લોંગ ટર્મ વિઝા એક્ષટેન્સન

પાકિસ્તાની નાગરીકો ભારત દેશમાં અને ગુજરાત રાજયમાં મુલાકાતે આવે છે. તેમને ભારતીય દુતાવાસ પાકિસ્તાનમાંથી 30, 45, અને 90 દિવસના ટુંકી મુદતના વિઝા આપવામાં આવતા હોય છે. આ નાગરીકો મુખ્યત્વે મુંબઈ એર ચેક પોસ્ટ, અટારી અને મુનાબાઓ રેલ ચેક પોસ્ટ  મારફતે ભારતમાં પ્રવેશીને તેમના સંબધીને ત્યા આવતા હોય છે. જેથી પાકિસ્તાની નાગરીકોને નીચે મુજબના નિયમો અને હકકો આપવામાં આવેલા છે.

પાકિસ્તાની નાગરીકો તેમના વિઝીટના સ્થળે આવીને પ્રથમ નજીકના પોલીસ સ્ટેશને આવ્યા ની જાણ કરવાની હોય છે. અને ત્યારબાદ ર૪ કલાકની અંદર જે તે જીલ્લાના ફોરેનર્સ રજીસ્ટ્રેશન ઓફીસર તથા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ વિદેશી નાગરીક તરીકે રજીસ્ટર થવાનુ હોય છે. જયારે રજીસ્ટર થવા જાય ત્યારે પોતાની સાથે નીચે મુજબ વિગતો /દસ્તાવેજો લાવવાના હોય છે.(1) પોતાનો અસલ પાસપોર્ટ તથા તેની બે નકલ, (2) ચેક પોસ્ટ ઉપરથી ઈસ્યુ થયેલ રેસીડેન્ટ પરમીટ તથા તેની બે નકલ (3) પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ વિઝા સ્‍થળની સંખ્‍યા કરતાં પાંચ વધારે  તથા જે વ્યકિતના ત્યા રોકાયેલ હોય તેના ફોટોઆઇડીની નકલ સાથે પાકિસ્તાની નાગરીકે રૂબરૂ આવવાનુ રહે છે.

પાકિસ્તાની નાગરીકનું ફોરેનર્સ રજીસ્ટ્રેશન ઓફીસરની કચેરીએ રજીસ્ટ્રેશન કરી તેને રેસીડેન્ટ પરમીટ આપવામાં આવે છે. જે પરમીટમાં તેમના મુલાકાતના સ્થળો તથા કેટલો સમય ભારતમાં રહેવાનુ હોય છે, તે દર્શાવવામાં આવેલ હોય છે. જો નાગરીક તેનો ભંગ કરે તો તેના વિરૂઘ્ધમાં ફોરેનર્સ એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. તેમજ તેને પાકિસ્તાન પરત મોકલી શકાય છે.

પાકિસ્તાની નાગરીકે જયારે નજીકના થાણામાં જાણ કરે ત્યારે તેમજ ફોરેનર્સ રજીસ્ટ્રેશન ઓફીસરશ્રીની કચેરીએ રજીસ્ટર થવા જાય ત્યારે કોઈ ફી ચૂકવવાની રહેતી નથી. આ કામગીરી વિના મુલ્યે કરવામાં આવે છે.

પાકિસ્તાની નાગરીક જયારે પોતાના મુલાકાતના સ્થળેથી બીજા સ્થળે જાય અથવા પરત પાકિસ્તાન જાય ત્યારે તેણે નજીકના થાણામાં જાણ કરવાની હોય છે. અને પોતાને આપેલ રેસીડેન્ટ પરમીટ ઉપર તેની નોંધ કરાવવાની હોય છે.

પાકિસ્તાની નાગરીક ભારતમા ટુંકી મુદતના રોકાણ માટેની સગવડો પાકિસ્તાની નાગરીક ભારતમાં આવ્યા પછી નીચે મુજબના કોઈ પ્રસંગો ઉભા થાય તો તે વધુ મુદત રહેવા માટેની અરજી ફોરેનર્સ રજીસ્ટ્રેશન ઓફીસરશ્રીની કચેરીએ આપી શકે જેમા઼.

ગંભીર પ્રકારની બિમારી હોય અને મુસાફરી થઈ શકે તેમ ન હોય.

કોઈ અંગત સંબધીનુ લગ્ન હોય.

કોઈ અંગત સંબધીનુ મરણ થયેલ હોય.

ઉપરોકત સંજોગોમાં પાકિસ્તાની નાગરીક વધુ મુદત રહેવાની અરજી આપે તો તે અંગેના પુરાવા સાથે અરજી કરવાની હોય છે. બિમારીના સંજોગોમાં સરકારી દવાખાનાનુ નિયત નમુના મુજબનુ અને સક્ષમ અધિકારીશ્રીનુ સર્ટી રજુ કરવાનુ રહે છે. જયારે મરણ અને લગ્નમાં જરૂરી દસ્તાવેજો તથા જે તે સંબધીની એફીડેવીટ રજુ કરવાની હોય છે. અરજી કર્યા બાદ તેની ચકાસણી જે તે થાણા અમલદારો ઘ્વારા કર્યા પછી ગુજરાત સરકારના ગૃહ વિભાગના ફોરેનર્સ વિભાગને મોકલવામાં આવે છે. આ અરજી માટે અરજદારે કોઈ પણ પ્રકારની ફી આપવાની હોતી નથી.

પાકિસ્તાની નાગરીક ભારતમા લાબી મુદતના રોકાણ માટેની સગવડો.

પાકિસ્તાની નાગરીક ભારતમાં આવ્યા પછી નીચે મુજબના કારણો, અનિવાર્ય સંજોગોમાં લાબી મુદત (LTV) માટેની અરજી કરી શકશે.

પાકિસ્તાની મહીલાએ ભારતીય નાગરીક સાથે લગ્ન કરેલા હોય.

જે પાકિસ્તાની નાગરીકો પાકિસ્તાનમાં લધુમતી તરીકે છે. તેવા હિન્દુ, ખ્રિસ્તી, શીખ વગેરે નાગરીકો ભારતમાં કાયમી વસવાટ માટે.

જે ભારતીય મહિલાએ પાકિસ્તાની નાગરીક સાથે લગ્ન કરેલ હોય અને તેના પતિનુ મરણ થતા વિધવા બની હોય અને જો તે ફરીથી પોતાના માતા-પિતા સાથે રહેવા માંગતી હોય.

ઉપરોકત સંજોગો અને કારણો માટે ભારતમાં લાબી મુદતના વિસા ની અરજી ફોરેનર્સ રજીસ્ટેશન ઓફીસરશ્રીની કચેરીએ અથવા કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પોરબંદરની કચેરીએ અરજી કરી શકે છે. જે અરજીની સાથે નીચે મુજબના કાગળો રજુ કરવાના રહે છે.

નમુના મુજબના ફોર્મ ખ માં અરજી નકલ-4

પાકિસ્તાની પાસપોર્ટની ઝેરોક્ષ કોપી-4

રેસીડેન્ટ પરમીટની કોપી-4

સર્ટીફાઈટ ફોટોગ્રાફ-4

રૂ.50/- ના સ્ટેમ્પ પેપર ઉપર ગેરન્ટી બોન્ડ

રૂ.100/- નુ ચલણ ( આ ચલણ કચેરી મારફતે પાસ કરાવી બેન્કમાં ભરીને ચલણની  એક નકલ પરત કચેરીએ આપવી.)

જે ભારતીય નાગરીક સાથે લગ્ન કરેલ હોય તેના ઉપર અધિનિવાસનુ પ્રમાણપત્ર તથા તેનો પાસપોર્ટ હોય તો તેની નકલ.

મેરેજ સર્ટી. ( લગ્ન નું પ્રમાણપત્ર )

આ અરજી માટે અરજદારે અન્ય કોઈ ફી ચુકવવાની હોતી નથી.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 03-08-2018