હું શોધું છું

હોમ  |

સંગઠનની વિગતો કાર્યો અને ફરજો
Rating :  Star Star Star Star Star   

(૧) પોતાના વ્‍યવસ્‍થા તંત્રના કાર્યો અને ફરજોની વિગતો

     (સંગઠનની વિગતો)

(એ) જાહેર તંત્ર ઉદેશ/હેતુઃ- જીલ્‍લા પોલીસ તંત્ર ધ્‍વારા જાહેર સરકારી ખાનગી મિલ્‍કતો તેમજ લોકોની જાન માલની સુરક્ષા કરવાનો મુખ્‍ય ઉદેશ છે. પોલીસ તંત્ર ધ્‍વારા કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી કાયદાનું પાલન કરાવી વ્‍યવસ્‍થા જાળવવાની કામગીરી પોલીસના શીરે છે.

(બી) જાહેર તંત્રનું મીશન/દુરદેશીપણુ (વિઝન)ઃ- પોલીસ તંત્ર ધ્‍વારા સમાજનો ભય મુકત કરવા સારૂ ઉપલબ્‍ધ સાધનોના ઉપયોગ ધ્‍વારા શ્રેષ્‍ઠતમ કામગીરી કરવાનું અને જુદી જુદી વૈજ્ઞાનિક પધ્ધતિઓનો ઉપયોગ કરી કાયદો વ્‍યવસ્‍થાની જાળવણી તેમજ ગુન્‍હેગારોને કોર્ટ ધ્‍વારા સજા કરાવવાનું ધ્‍યેય છે.

(સી) જાહેર તંત્રનો ટુકો ઇતિહાસ અને તેની રચનાનો સંદર્ભઃ- આઝાદી પહેલા નવસારી ગાયકવાડી રાજય બરોડા વિભાગ સાથે સંકળાયેલ હતુ. અને ત્યાર બાદ ગુજરાત રાજયની ’’૧ લી મે ૧૯૬૦’’ માં સ્‍થાપના પહેલા મુંબઇ રાજયમાં સમાવિષ્‍ટ હતુ પોલીસ તંત્રની રચના કરવામાં આવેલ હતી ત્‍યાર બાદ સ્‍વતંત્રતા મળ્યા પછી રાજય સરકાર ધ્‍વારા લોકશાહી ઢબે અને જુદાજુદા વર્ગોને પુરતુ પ્રતિનિધિત્‍વ મળે તે રીતે આજના પોલીસ દળની રચના કરવામાં આવેલ છે. જેમાં ઉત્તરોતર જુદાજુદા પ્રકારના સંદેશા વ્‍યવહાર, વાહન વ્‍યવહાર તેમજ વૈજ્ઞાનિક ઢબે ગુન્‍હાઓની તપાસ માટે રાજય સરકાર ધ્‍વારા વિવિધ સવલતો ઉભી કરવામાં આવેલ છે.

(ડી) જાહેર તંત્રની ફરજોઃ- પોલીસ તંત્ર ધ્‍વારા નાગરીકોના જાન-માલની સુરક્ષાની પ્રાથમિક ફરજ છે. તદ ઉપરાત કુદરતી આપતીઓ વખતે પણ પોલીસ તંત્ર જાતેથી તેમજ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓની મદદથી અનેકવિધ રીતે મદદરૂપ થઇ તટસ્‍થતાથી ફરજ બજાવે છે.

(ઇ) જાહેર તંત્રની મુખ્‍ય પ્રવૃતિઓ અને કાર્યોઃ- પોલીસ તંત્ર ધ્‍વારા પ્રથમતો ગુન્‍હા બનતા અટકાવવા પ્રયત્‍ન કરવામાં આવે છે. તેમ છતા પ્રવર્તમાન સમયમાં વસ્‍તી,વિસ્‍તાર,ઉધોગોનો બહોળો વિકાસ થયેલ છે તેમજ ગુન્‍હેગારો જુદીજુદી વૈજ્ઞાનિક શોધોને ગેરલાભ ઉઠાવી ગુન્‍હાખોરી આચરે તો આવા ગુન્‍હેગારોને શકય તેટલા વહેલા ઝડપી લઇ તેમના વિરૂધ્‍ધ દરેક પ્રકારના સાક્ષી/પુરાવા મેળવી ન્‍યાયની અદાલતમાં સજા કરવા રજુ કરવામાં આવે છે.

(એફ) જાહેર તંત્ર ધ્‍વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનુ સંક્ષિપ્‍ત વિવરણઃ- પોલીસ તંત્ર ધ્‍વારા નાગરીકોની લેખીત તેમજ મૌખીક ફરીયાદ લઇ તેની ધોરણસરની તપાસ કરી ગુન્‍હેગારોને કોર્ટમાં નશ્‍યત સારૂ રજુ કરવામાં આવે છે. તદ ઉપરાત જાહેર પ્રસંગો જેવા કે, વિવિધ પ્રકારના ધાર્મિક સરધસો, મેળાવડાઓ, જાહેર સભાઓ, કુદરતી આફતો, ચુટણીઓ, સમ્‍મેલનો, વગેરેનો કાયદો વ્‍યવસ્‍થાની જાળવણી કરવામાં આવે છે.

 

 

(જી) જાહેર તંત્રના જીલ્‍લા સ્‍તરના માળખાઓનો આલેખ

(ચ) જાહેર તંત્રની અસરકારકતા અને કાર્યક્ષકતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓઃ- પોલીસ તંત્ર એ પ્રજાનો મિત્ર છે. આ બાબત લોકો ધ્‍વારા જેટલા પ્રમાણમાં સ્‍વીકળત થાય તેટલા પ્રમાણમાં જ લોકો ધ્‍વારા પોલીસને જુદા જુદા પ્રસંગોએ સહકાર મળી શકે કેમ કે, વસ્‍તી, વિસ્‍તાર અને ઔધોગિકરણને કારણે પોલીસની કામગીરીનો વ્‍યાપ મોટા ફલક પર વિસ્‍તાર પામેલ છે. જેના કારણે લોકો તરફથી પણ કાયદાને માન આપવામાં આવે અને અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમોની જાણકારી સક્ષમ અધિકારીને રૂબરૂમાં કે, ફોન ધ્‍વારા પાડવામાં આવે તો ધણા તો ધણા ગુન્‍હાઓ બનતા પહેલા જ ડામી શકાય.

(આઇ) લોકો સહયોગ મેળવવા માટેની ગોઠવણી અને પધ્‍ધતિઓઃ- જીલ્‍લા પોલીસ વડાની કચેરીમાં ૨૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે. જેના ટેલીફોન નં.૧૦૦ કે જે, ટોલ ફી છે જેના પર અથવા તો તમામ પોલીસ સ્‍ટેશનોમા પણ ૧૦૦ નંબર ટેલીફોનની સુવિધા ઉપલબ્‍ધ છે. તેમજ પોલીસ વડા તેમજ અનય પોલીસ અધિકારીઓને લેન્‍ડ લાઇન મોબાઇલ સેવા ધ્‍વારા નાગરિકો તરફથી કોઇ પણ પ્રકારની સલાહ સુચન કે, બાતમી મેળવી તેના પર ત્‍વરીત પગલા લેવામાં આવે છે.

(જે) સેવા આપવા અંગેના દેખરેખ, નિયંત્રણ અને જાહેર ફરીયાદ નિવારણ માટે ઉપલબ્‍ધ તંત્રઃ- જીલ્‍લા પોલીસ અધિક્ષક કક્ષાના એક ભારતીય પોલીસ સેવાના અધિકારી જાતેથી સમગ્ર પોલીસ દળનું નિયત્રળ કરે છે. જીલ્‍લામાં એક વિભાગ પાડવામાં આવેલ છે. આ વિભાગય કચેરીના નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી તેમના વિભાગ હેઠળના પોલીસ સ્‍ટશેનની કામગીરી ઉપર સતત દેખરેખ રાખે છે. અને તાબાના અમલદારોને કાયદો વ્‍યવસ્‍થાની જાળવણીમાં જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ પુરી પાડે છે. તદ ઉપરાંત ૧ થી ૨ પોલીસ સ્‍ટશેન ઉપર સર્કલ પોલીસ ઇન્‍સ્‍પેકટર ફરજ બજાવે છે. તેઓ પણ તાબાના પોલીસ સ્‍ટેશનને માર્ગદર્શન પુરુ પાડવા ઉપરાંત જાતેથી ગુન્‍હાઓની તપાસ પણ કરે છે. આ જીલ્‍લામાં કુલ-૯ પોલીસ સ્‍ટેશનો આવેલ છે. જેના ઇન્‍ચાર્જ તરીકે પોલીસ ઇન્‍પેકટ/પોલીસ સબ ઇન્‍પેકટર કક્ષાના અમલદારો તાબાના પોલીસ કર્મચારીઓ સાથે રહીને કાયદો વ્‍યવસ્‍થાની જાળવણી કરે છે.

મહિલાઓને લગતા ગુનહા સંબંધેની કામગીરી માટે જીલ્‍લા કક્ષાએ નવસારી ખાતે મહિલા સેલ કાર્યરત છે. જયા મહિલા એ.એસ.આઇ. ધ્‍વારા મહિલા સંબંધિ ગુન્‍હાઓની તપાસ વિગેરેની કામગીરી કરવામાં આવે છે.

અનુ.જાતિ/અનુ.જનજાતિના લોકો પર થતા અત્‍યાચારો સંબંધિ તપાસ માટે સરકારશ્રી ધવારા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસસી/એસ.ટી સેલની નિમણુક કરવામાં આવેલ છે. તેઓ ધવારા આ પ્રકારના ગુન્‍હાની જાતે તપાસ કરવામાં આવે છે. તદ ઉપરાત વિશિષ્‍ટ કામગીરી માટે જુદા જુદા સ્‍કવોર્ડ જેવા કે આર્થિક ગુન્‍હા નિવારણ સેલ.એન્‍ટી રોમિયો સ્‍કવોર્ડ, ક્રાઇમ સ્‍કવોર્ડ, જીલ્‍લા હાઇ વે ટ્રાફીક શાખા, શહેર ટ્રાફીક શાખા નાસતા ફરતા ગુનહેગારોને પકડવાનો સેલ વગેરેની રચના કરવામાં આવેલ છે. અને તેને સંલગ્‍ન ગુનહાઓની ઝડપી તપાસ કરી ગુન્‍હેગારોને ઝડપી લઇ ન્‍યાયની અદાલતમાં રજુ કરાવી નશ્‍યત કરવામાં આવે છે. પોલીસ તંત્રની તપાસ કામગીરીની મદદ માટે વાયરલેસ વિભાગ, એમઓબી એલ.સી.બી.,ફિંગર પ્રિન્‍ટ, અશ્વદળ, શ્વાનદળ,ફોટોગ્રાફી વિભાગ મોટર વાહન શાખા ગ્રામ રક્ષક દળ,જીલ્‍લા ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો પણ ઉપલબ્‍ધ છે.

(કે) મુખ્‍ય કચેરી અને જુદા જુદા સ્‍તરોએ આવેલ અન્ય કચેરીઓના સરનામાઃ-

અ.નં

કચેરી

સરનામુ

પોલીસ અધિક્ષકની કચેરી નવસારી

પોલીસ ભવન સબ જેલ પાસે, ગણદેવી રોડ,  નવસારી પોલીસ અધિક્ષકની કચેરી

નાયબ પોલીસ અધિક્ષક

(મુખ્‍ય મથક)ની કચેરી નવસારી

પોલીસ ભવન સબ જેલ પાસે, ગણદેવી રોડ, નવસારી પોલીસ અધિક્ષકની કચેરી

નાયબ પોલીસ અધિક્ષકએસ.ટી/ એસ.ટી સેલ નવસારી

પોલીસ ભવન સબ જેલ પાસે, ગણદેવી રોડ, નવસારી પોલીસ અધિક્ષકની કચેરી

નાયબ પોલીસ અધિક્ષકની કચેરી નવસારી વિભાગ નવસારી

પોલીસ ભવન સબ જેલ પાસે, ગણદેવી રોડ,  નવસારી પોલીસ અધિક્ષકની કચેરી

પોલીસ ઇન્‍પેકટર એલ.આઇ.બી.

પોલીસ ભવન સબ જેલ પાસે, ગણદેવી રોડ, નવસારી પોલીસ અધિક્ષકની કચેરી બીજા માળે.

પોલીસ ઇન્‍પેકટર એલ.સી.બી.

સબ જેલ પાસે, ગણદેવી રોડ, નવસારી પોલીસ અધિક્ષકની કચેરી

 

પોલીસ સબ ઇન્‍પેકટર એમ.ઓ.બી.

પોલીસ ભવન સબ જેલ પાસે, ગણદેવી રોડ, નવસારી પોલીસ અધિક્ષકની કચેરી

પોલીસ સબ ઇન્‍પેકટર જી.આર.ડી.નવસારી

પોલીસ હર્ડ કવાર્ટસ નવસારી

પોલીસ સબ ઇન્‍પેકટર રીડર શાખા

પોલીસ ભવન સબ જેલ પાસે, ગણદેવી રોડ, નવસારી પોલીસ અધિક્ષકની કચેરી

૧૦

પોલીસ સબ ઇન્‍પેકટર માઉન્‍ટેડ

પોલીસ હર્ડ કવાર્ટસ નવસારી કબીલપોર

૧૧

પોલીસ સબ ઇન્‍પેકટર એમ.ટી.શાખા

પોલીસ હર્ડ કવાર્ટસ  લુન્‍સીકુઇ નવસારી

૧૨

રીઝર્વ પોલીસ સબ ઇન્‍પેકટર નવસારી

પોલીસ હર્ડ કવાર્ટસ  લુન્‍સીકુઇ નવસારી

૧૩

પોલીસ સબ ઇન્‍પેકટર હાઇવે ટ્રાફીક

મોચીવાડ ગેટ ઝવેરી સડક નવસારી

૧૪

સર્કલ પોલીસ ઇન્‍પેકટર નવસારી

ગ્રીડ ચોકી પાસે ને.હા.નં ૮ આવેર બ્રિજ નીચે નવસારી

૧૫

સર્કલ પોલીસ ઇન્‍પેકટર બીલીમોરા

જુના બીલીમોરા પોલીસ સ્‍ટેશનના મકાનમાં, જૈન દેરાસરની સામે બંદર રોડ, બીલીમોરા, તા. ગણદેવી જી. નવસારી.

૧૬

પોલીસ ઇન્‍પેકટર નવસારી ટાઉન

નવસારી ટાઉન પો.સ્‍ટે. મોટા બજાર નવસારી

૧૭

પોલીસ ઇન્‍પેકટર જલાલપોર

જલાલપોર પોલીસ સ્‍ટેશન, ગુજરાતી શાળાની સામે તા. જલાલપોર, જી. નવસારી.

૧૮

પોલીસ સબ ઇન્‍પેકટર નવસારી રૂરલ

નવસારી રૂરલ પો.સ્‍ટે. પાણીની ટાંકી પાસે, નવસારી

૧૯

પોલીસ સબ ઇન્‍પેકટર ગણદેવી

ગણદેવી પોલીસ સ્‍ટેશન, જુની મામલતદાર કચેરી, તા. ગણદેવી જી. નવસારી

૨૦

પોલીસ સબ ઇન્‍પેકટર બીલીમોરા

બીલીમોરા પોલીસ સ્‍ટેશન, બાંગીયા ફળીયા તા. ગણદેવી

૨૧

પોલીસ ઇન્‍પેકટર ચીખલી

ચીખલી પોલીસ સ્‍ટેશન , તાલુકા ટેઝરી પાસે, સ્‍ટેડીયમની સામે, ચીખલી તા. ચીખલી જી. નવસારી.

૨૨

પોલીસ સબ ઇન્‍પેકટર વાંસદા

દશેરા પાર્ટી, જીલ્‍લા પંચાયત સર્કીટ હાઉસ પાસે વાંસદા

૨૩

પોલીસ  ઇન્‍પેકટર મરીન

મરીન પોલીસ સ્‍ટેશન, ધોલાઇ, તા. ગણદેવી જી. નવસારી.

૨૪

પોલીસ સબ ઇન્‍પેકટર ખેરગામ

ખેરગામ પોલીસ સ્‍ટેશન, આઉટ પોસ્‍ટના મકાનમાં તા. ખેરગામ જી. નવસારી.

૨૫

પોલીસ સબ ઇન્‍પેકટર વિજલપોર

સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. માણેકલાલ રોડ, નવસારીના મકાન નંબર –ર માં વિજલપોર  

૨૬

મહીલા પોલીસ સ્‍ટેશન

મહીલા પોલીસ સ્‍ટેશન, નવસારી ટાઉન પોલીસ સ્‍ટેશન સેકન્‍ડ ફલોર, મોટા બજાર, તા. જી. નવસારી.

(એલ) કચેરી શરૂ/બંધ થવાનો સમયઃ જીલ્‍લા પોલીસ વડાની વહીવટી કચેરીનો સમય સવારના ક.૧૦/૩૦ થી સાંજના ક.૧૮/૧૦ સુધીનો છે. પરતુ આ કચેરીમાં આવેલ કંટ્રોલરૂક રાઉન્‍ડ ધી કલોક કાર્યરત રહે છે. તેજ રીતે જીલ્‍લાના તમામ પોલીસ સ્‍ટેશનો પણ રાઉન્‍ડ ધી કલોક ૨૪ કલાક કાર્યરત હોય છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ