હું શોધું છું

હોમ  |

અધિકારીઓ-કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
Rating :  Star Star Star Star Star   

અધિકારીઓ-કર્મચારીઓની સત્તાઓ અને ફરજો -

(એ) પોલીસ અધિક્ષક -

સત્તાઓ -

(અ) વહીવટી - તેમના સીધા નિયંત્રણ હેઠળ ફરજ બજાવતાં પોલીસ અધિકારી/ કર્મચારીઓ પૈકી કોન્સ્ટેબ્લ્યુરી સ્ટાફની નિમણુંક, બદલી, બઢતી, શિક્ષા, ઈનામ, નિવૃત્તિની સત્તાઓ ધરાવે છે. જયારે પો.સ.ઈ.સંવર્ગમાં બદલી, શિક્ષા, ઈનામ અંગેની સત્તાઓ ધરાવે છે. પો.ઈન્સ. સંવર્ગમાં બદલી અને ઈનામ પુરતી જ સત્તાઓ છે.

(બ) નાણાકીય - ગુજરાત રાજય, નાણાકીય (સત્તા સોંપણી) નિયમો-૧૯૯૮માં જોગવાઈ થયા મુજબ જુદી જુદી નાણાકયિ સત્તાઓ પ્રદાન કરવામાં આવેલ છે. તદ゙ઉપરાંત જિલ્લાને સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવતા અનુદાનના નિયંત્રણ અધિકારી છે.

(ક) અન્ય - પોલીસ વેલ્ફેર ફંડ પૈકી જિલ્લા યુનીટોનાં ભંડોળમાંથી વિવિધ પ્રકારની પોલીસ કલ્યાણ પ્રવૃત્તિ માટે અલગ અલગ નાણાકયિ સત્તાઓ છે જેમાં વધુમાં વધુ પચાસ હજાર લોન તરીકે અને અન્ય નિયત પ્રવૃત્તિ માટે રૂપિયા વીસ હજારની સત્તા છે. તદ゙ ઉપરાંત જુદી જુદી સહાયકીય પ્રવૃત્તિ માટે રાજયનાં પોલીસ વડા નિયત કરેલ રકમ મંજુર કરી શકે છે.

(ડ) ફરજો - ગુજરાત પોલીસ મેન્યુઅલ-૧૯૭પ ભાગ-૩ ના નિયમ-રપ મુજબની ફરજો જિલ્લા પોલીસ વડા માટે નિયત કરેલી છે. જેમા મુખ્યત્વે ગુન્હાઓ અટકાવવા, તપાસ કરવી/કરાવવી, તેમજ આરોપીઓને ઝડપી લેવાની કામગીરીનું સતત સુપરવિઝન કરવાનું રહે છે. તાબાનાં પોલીસ અધિકારીઓ /કર્મચારીઓને યોગ્ય તાલીમ મળે શિસ્તનું ધોરણ જળવાય રહે તે માટે તાબાનાં પોલીસ સ્ટેશનની નિયમીત ને ઓચીંતા તપાસણી કરવાની હોય છે. તાબાના દરેક પો.સ્ટે./કચેરી/આઉટ પોસ્ટની વર્ષમાં એકવાર તપાસણી કરી ગુન્હા તેમજ અન્ય બાબતોની જે તે વિસ્તારની જાણકારી મેળવવાની હોય છે અને ભારે ગુન્હાઓમાં બનાવ સ્થળની જાતે મુલાકાત લઈ તાબાના અધિકારી/કર્મચારીઓને વિશિષ્ટ માર્ગદર્શન પુરુ પાડવાનું રહે છે. તાબામાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓનાં વાર્ષિક ખાનગી અહેવાલ લખવાના હોય છે.તદ゙ઉપરાંત, જુદા જુદા કાયદાની જોગવાઈઓ મુજબની વહીવટી, નાણાકીય, સત્તાઓ અને ફરજો નિયત કરેલી છે.

(બી) નાયબ પોલીસ અધિક્ષક -

સત્તાઓ -

(અ) વહિવટી - તેમના વિભાગ હેઠળ આવતા પો.સ્ટે.નાં કોન્સ્ટેબ્યુલરી સ્ટાફની ૪ માસ સુધીની રજાઓ મંજુર કરવાની સત્તા ધરાવે છે. તાબાના અધિકારી/કર્મચારીઓનાં વાર્ષિક ખાનગી અહેવાલ લખવાના હોય છે. પ્રશ્નોના ઝડપી નિકાલ તેમજ રજુઆત અને શિક્ષાત્મક કાર્યવાહી અર્થે ઓર્ડલી રૂમ રાખી હુકમો કરી શકે છે. તાબાના પોલીસ સ્ટેશન/ કચેરીની વાર્ષીક તપાસણી કરી તમામ વહિવટી તથા ક્રાઈમ રેકર્ડની ચકાસણી, પોલીસ લાઈન વિઝીટ, હથિયાર દારૂગોળાની ચકાસણી, કરી જરૂરી સુચના અને માર્ગદર્શન પુરુ પાડે છે. ના.પો.અધિ.શ્રી મુખ્ય મથકને પોલીસ વડા દ્વારા તબદીલ કરેલ વહીવટી, નાણાકીય સત્તાઓ મુજબની કામગીરી કરે છે.

(બ) નાણાકીય - સામાન્ય રીતે નાણાકીય સત્તાઓ કચેરીના વડાને જ હોય છે પરંતુ તેઓની કચેરીમાં મંજુર થયેલ સ્થાયી પેશગીની રકમનો સરકારી કામે ઉપયોગ કરી શકે છે.
નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથકને કચેરીનાં વડાએ તબદીલ કરેલ નાણાકીય સત્તાઓ જેવી કે, આકસ્મીક ખર્ચ, મુસાફરી ભથ્થા બિલોમાં પ્રતિ સહી કરે છે.

(ક) ફરજો - ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ નાં નિયમ-ર૭ મુજબની ફરજો નિયત કરેલ છે. જેમાં મુખ્યત્વે પોતાના ડિવીઝનમાં બનતા ગુન્હાઓ પુરતી તેમની જવાબદારી છે. આ માટે ગંભીર ગુન્હાઓમાં સ્થળ મુલાકાત લઈ સુચના, માર્ગદર્શન તાબાના અધિકારીને પુરુ પાડવાનું રહે છે. ડિવીઝનમાં શિસ્ત અને કાર્યક્ષમતાનું ધોરણ જળવાય રહે તે જોવાનું છે. તાબાના પો.સ્ટે./આઉટ પોસ્ટનું નિયમસર અને પઘ્ધતિસર વાર્ષિક નિરીક્ષણ કરવાનું હોય છે. તદ゙ઉપરાંત, ડિવીઝનમાં વિસ્ફોટક શસ્ત્રો અને દારૂગોળાની લાયસન્સ ધરાવતી દુકાનોનું અવાર નવાર ચેકીંગ કરવાનું હોય છે.
તદ゙ઉપરાંત જુદા જુદા કાયદાની જોગવાઈઓ મુજબની ફરજો બજાવવાની હોય છે.

(સી) પોલીસ ઈન્સ્પેકટર/ સબઈન્સ્પેકટર -

સત્તાઓ -

વહીવટી સત્તામાં તાબાના પોલીસનાં માણસોની પરચુરણ રજા/મરજીયાત રજા અને હેડ કવાર્ટર લીવ મંજરુ કરવાની સત્તા છે.

જયારે પો.સ્ટે.માં મંજુર થયેલ સ્થાઈ પેશગીની રકમનો સરકારી કામે ઉપયોગ કરી શકે છે.

ફરજો - ગુજરાત પોલીસ મેન્યુઅલ-૧૯૭પ નાં ભાગ-૩ નાં નિયમ-૩૦, ૩૩ મુજબની ફરજો નિયત કરેલ છે. જેમાં મુખ્યત્વે ગુન્હાઓ શોધવા, અટકાવવા, ઉપરી અધિકારનાં હુકમનો અમલ, શિસ્તની જાળવણી, જાહેર સુલેહ શાંતી ભંગને નિવારવા જરૂરી પગલા લેવા, તાબાના કર્મચારીઓનાં ગેરશિસ્ત કે, નિષ્કાળજી અંગે ઉપરી અધિકારીને રીપોર્ટ પાઠવવો, દરેક આઉટ પોસ્ટની એકવાર મુલાકાત લેવી, પો.સ્ટે.નીચેના ગામડાઓની મુલાકાત લઈ પોલીસ વિઝીટ બુક તપાસવી, જરૂરી નોંધ કરવી તેમજ તે વિસ્તારનાં ગુનાખોરી માનસ ધરાવતા અને શંકાસ્પદ વ્યકિતઓની સંપુર્ણ વિગતો અઘતન રાખવી, પો.સ્ટે.નું વહિવટી અને ક્રાઈમનું રેકર્ડ જાળવવાની ફરજ છે. તદ゙ઉપરાંત જુદા જુદા કાયદાની જોગવાઈઓ મુજબની ફરજો બજાવવાની હોય છે.

(ડી) કચેરી અધિક્ષક -

સત્તાઓ -

(અ) વહિવટી -  પોલીસ અધિક્ષકની કચેરીનાં સિવિલિયન કર્મચારીઓની પરચુરણ રજા/ મરજીયાત રજા મંજુર કરે છે, અને જુનીયર કલાર્ક સંવર્ગનાં કર્મચારીઓનાં દફતર નિરીક્ષણ કરે છે, અને વાર્ષિક ખાનગી અહેવાલ લખવાના હોય છે.

(બ) નાણાકીય - જિલ્લા પોલીસ તંત્રને સરકારશ્રી સત્તાઓ ફાળવવામાં આવતા અનુદાનનાં તેઓ ઉપાડ અને વહેચણી અધિકારી છે.

(ક) ફરજો - જિલ્લા પોલીસ વડાની કચેરીની તમામ વહિવટી બાબતોની કામગીરીનું સંચાલન જાતેથી તેમજ તાબાનાં કર્મચારીઓ દ્વારા કરાવે છે, અને ઉપરી અધિકારીની સુચનાઓ મુજબ વહિવટી કામ યોગ્ય રીતે થાય કર્મચારીઓમાં શિસ્તનું ધોરણ જળવાય રહે તે જોવાની ફરજ છે. પોલીસ અધિક્ષકઅને કચેરી સ્ટાફ વચ્ચે મુખ્યત્વે સાંકળરૂપ કામગીરી બજાવવાની હોય છે. જટીલ વહિવટી બાબતોમાં તાબાના કર્મચારીઓને ચાવીરૂપ માર્ગદર્શન પુરૂ પાડવાનું હોય છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ